Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : રેલવેમાં ગાડી ભાડે રાખવાની લાલચે વાહનમાલિકો પાસેથી વાહન લઇ છેતરપિંડી...

Video : રેલવેમાં ગાડી ભાડે રાખવાની લાલચે વાહનમાલિકો પાસેથી વાહન લઇ છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

રૂા.38 લાખની કિંમતના 23 વાહનોનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં રેલવેમાં ગાડીઓ ભાડે રાખવાની લાલચ આપી વાહન માલિકો પાસેથી વાહનો લઇ જઇ અન્ય જગ્યાએ વહેંચી અથવા ગીરવે મૂકી છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂા.38 લાખની કિંમતના 23 વાહનો કબ્જે કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આરોપી રામ વેરશી કારીયા તથા અશોક ઉર્ફે નોધા કારિયા નામના શખ્સો દ્વારા ફરિયાદી તેમજ સાહેદોની 20 ફોરવ્હીલર ગાડીઓ પોતાની પાસે રેલવે તેમજ પવનચકકીનું કામ હોય તેમ કહી અસલ આર.સી.બુક તેમજ ગાડીના અસલ ડોકયુમેન્ટ ગાડી માલિક પાસેથી મેળવી ભાડા કરાર આપી ગાડી લઇ જઇ તે ગાડીઓ અન્ય માણસો પાસે ફરિયાદી તેમજ સાહેદોની જાણ બહાર ગીરવે મૂકી અથવા વેંચાણ કરી આપી ફરિયાદી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બન્ને આરોપીઓ પકડવાના બાકી હોય જેની શોધખોળ તથા મુદ્દામાલ કબ્જે કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા તથા એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ કે.આર. સિસોદિયા તથા સ્ટાફના માણસો દ્વારા શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન હેકો ફૈઝલભાઈ ચાવડા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા તથા હરદીપભાઈ બારડ, ખીમશીભાઈ ડાંગરને મળેલ બાતમીના આધારે આરોપી રામ વેરશી કારિયા નામના શખ્સને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રૂા.2,00,000 ની કિંમતની જીજે-01-કેબી-7771 નંબરની સ્વીફટ ડીઝાયર મોટરકાર, રૂા.3,00,000 ની કિંમતની જીજે-32-બી-2665 નંબરની અર્ટીગા કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-16-બીજી-6137 નંબરની ઈકો કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-37-ટી-4341 નંબરની ઈકો કાર, રૂા.1,00,000ની કિંમતની જીજે-37-ટી-1839 નંબરની ઈકો કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-07-એઆર-2883 નંબરની સ્વીફટ ડીઝાયર કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-17-એન-5871 નંબરની આઈ-20 કાર, રૂા.2,00,000 ની કિંમતની જીજે-01-કેકયુ-2484 નંબરની સ્કવોડા કાર, રૂા.1,00,000 ની કિંમતની જીજે-37-જે-8303 નંબરની ઈકો કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-05-સીએસ-4279 નંબરની ઈકો કાર, રૂા.3,50,000 ની કિંમતની જીજે-10-સીજી-3535 નંબરની સ્વીફટ મોટરકાર, રૂા.2,00,000 ની કિંમતની જીજે-27-કે-7209 નંબરની સ્વીફટ કાર, રૂા.1,00,000ની કિંમતની જીજે-03-બીએ-0054 નંબરની એલેન્ટ્રા મોટરકાર, રૂા.50,000 ની કિંમતની વર્ના કાર, રૂા.1,50,000 ની કિંમતની જીજે-10-બીઆર-1735 નંબરની સ્વીફટ ડીઝાયર કાર, રૂા.1,50,000 ની કિંમતની સ્વીફટ કાર, રૂા.3,00,000 ની કિંમતની જીજે-01-કેકયુ-0725 નંબરની એકસયુવી કાર, રૂા.1,00,000 ની કિંમતની જીજે-37-બી-7306 નંબરની ઈકો કાર, રૂા.1,00,000ની કિંમતની જીજે-03-એપી-4780 નંબરની ઈકો કાર, રૂા.2,00,000 ની કિંમતની જીજે-10-બીજી-4803 નબરની ઈકો કાર, રૂા.1,00,000ની કિંમતની જીજે-37-ટી-5307 નંબરની એન્ટ્રો કાર, રૂા.1,00,000ની કિંમતની જીજે-36-બી-1951 નંબરની ઈકો કાર તથા રૂા.1,50,000 ની કિંમતની જીજે-37-બીજી-1137 નંબરની સ્વીફટ મોટરકાર સહિત કુલ રૂા.38,00,000 ની કિંમતની 23 મોટરકારોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ કામગીરી સિટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular