જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતી કારને આંતરીને એલસીબીની ટીમે તલાસી લેતા 331 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ અને મોબાઇલ તથા કાર સહિતના રૂા.4,37,700 ના મુદ્દામાલ સાથે કચ્છના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગર શહેરના મચ્છરનગરમાંથી એલસીબીની ટીમે બાઈક પર જતાં શખ્સને 15 બોટલ દારૂ અને મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની હરદીપ ધાંધલ, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જીજે-12-ડીએસ-4762 નંબરની કાર પસાર થતા એલસીબીએ કારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.1,32,400 ની કિંમતની 331 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. ત્રણ લાખની કાર મળી કુલ રૂા.4,37,400 ના મુદ્દામાલ સાથે નરેશ ભગવાનદાસ સાધુ (રહે. વાઢીયા તા. ભચાઉ જિ.કચ્છ) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો રાપરના સુરેશ કોળી દ્વારા મોકલ્યો હોવાનું અને જામનગરના પાર્થ જાંબલીએ મંગાવ્યો હોવાની કેફીયત આપતા એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના મચ્છરનગર બકાલા માર્કેટ પાસેથી બાઈક પર દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની અજયસિંહ ઝાલા અને યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી બાઇકસવાર રોહિત વિનોદ બાંભણિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000 ની કિંમતની દારૂની 15 બોટલ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ તથા બાઈક મળી કુલ રૂા.41,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.