ભાણવડ તાલુકાના ઢેબર ગામની સીમમાં રહેતાં પ્રૌઢ રાવણાના ઝાડ પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના ઢેબર ગામની સીમમાં રહેતા ડાયાભાઈ જગાભાઈ મેથાણીયા નામના 55 વર્ષના આધેડ રાવણાના ઝાડ પર રાણવા ઉતરવા માટે ચડ્યા હતા, તે દરમિયાન અચાનક ઝાડ પરથી નીચે પટકાઈ પડતા તેમને માથાના ભાગે હેમરેજ થઈ જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ મૃતકના પુત્ર હરીશ ડાયાભાઈ મેથાણીયાએ ભાણવડ પોલીસમાં કરાવી છે.