જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7 માં રહેતાં પ્રૌઢ તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના સચાણા ગામના પાટીયા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7 અને રોડ નં.4 માં આવેલા રત્નસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં અનિલભાઈ ગોવિંદભાઈ ધામેચા (ઉ.વ.52) નામના પ્રૌઢ શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયા બાદ સવારે નહીં ઉઠતા બેશુધ્ધ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે રાજ ધામેચા દ્વારા જાણ કરાતા હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના સચાણા ગામના પાટીયા પાસેથી એક સપ્તાહ પૂર્વે આશરે 50 વર્ષના અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યાની અલ્લારખાભાઇ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ પ્રૌઢના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા અને ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.