જામનગર તાલુકાના દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતાં પ્રૌઢ મંગળવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતાં દિનેશભાઈ ભુરાભાઈ સાદીયા (ઉ.વ.50) નામના પ્રૌઢ મંગળવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર છતના હુકમાં રસ્સા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા જેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ત્યાં તેમણે પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કપીલ સાદીયા દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી.ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.