Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારકર્જ વધી જતા ભાડથરના આધેડે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

કર્જ વધી જતા ભાડથરના આધેડે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે ખેડૂતો પાસેથી તૈયાર પાક લઈને વેપારીને કમિશનથી આપવાનું કામ કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડને છેલ્લા કેટલાક સમયથી વેપારી તરફથી મળવાની રકમ ન મળતા તેમના પર મોટી રકમનો આર્થિક બોજો થઈ ગયો હતો. આનાથી વ્યથિત રહેતા ભાયાભાઈએ ગઈકાલે મંગળવારે પોતાની વાડીએ ઝેરી દવાના ટીકડા ગળી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

- Advertisement -

આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ હમીરભાઈ જગાભાઈ ચાવડાએ અહીં પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular