સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ એનસીબી દ્રારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રોજ NCBએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાઈ કરનાર પેડલરની ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ સપ્લાઈ કરનાક એક વ્યક્તિ સહિત 3 લોકોની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે.
સુશાંત ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા શખ્સોની NCB દ્રારા પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે તેને ડ્રગ સપ્લાય કરનારની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. હેમંત શાહ ઉર્ફે મહારાજા નામનો શખ્સ સુશાંતસિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. તે મૂળ મહારાષ્ટ્રનો છે અને હાલ ગોવામાં બીઝનેસ કરે છે. હેમંતનું નામ સુશાંત ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા અનુજ કેસવાની અને રીગલ મહાકાલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. બંને વિરુદ્ધ NCBએ થોડા દિવસ પહેલાં ચાર્જશીટ દાખલ કરી હતી.
NCBની ટીમે માજલ વાડો, અસગાવમાં રાત્રે દરોડો પાડીને મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. તેમાં LSD ચરસ 28 ગ્રામ, કોકીન 22 ગ્રામ, ગાંજો 1.1 કિલો અને 160 ગ્રામ સાઈકોટ્રૉપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય 500 ગ્રામ બ્લૂ ક્રિસ્ટલ સાઈકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં એક ડ્રગ પેડલર અને બે વિદેશી નાગરિકો, અગોચુકુ સોલોમન ઉબાબુકોજે નાઈજીરિયાનો છે અને જોન ઈન્ફિનિટી ડેવિડને કાંગોનો છે તે બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે.