Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરસીટી-એ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

સીટી-એ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

જામનગર શહેરમાં અષાઢી બિજ તેમજ બકરી ઇદના તહેવારને અનુલક્ષીને સીટી-એ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા તહેવારો શાંતિપૂર્વક અને ભાઇચારા સાથે ઉજવવામાં આવે તે માટે સીટી-એના પીઆઇ એન.એ. ચાવડાના અધ્યક્ષસ્થાને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુમાભાઈ ખફી, રાજુભાઈ મહાદેવ, નિલેશ કગથરા, જૈનબબેન ખફી, ઘનશ્યામભાઈ ગંગાની, અસલમ ખીલજી, હાજી રિજવાન, કિશોરભાઈ ભુવા, મકસુદભાઈ કસાઈ, કિશોરભાઈ સંતવાણી સહિતના વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્ેદારો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular