Sunday, December 22, 2024
Homeરાજ્યભાણવડના હત્યાના ગુનામાં પેરોલ ફરારી કેદી શીવા ગામમાંથી ઝડપાયો

ભાણવડના હત્યાના ગુનામાં પેરોલ ફરારી કેદી શીવા ગામમાંથી ઝડપાયો

વર્ષ 1996માં હત્યાનો ગુનો: અગાઉ બે વખત પેરોલ મુકત થયાં બાદ ફરાર: બન્ને વખત પોલીસે દબોચ્યો: ત્રીજી વખત પેરોલ બાદ 9 માસથી ફરાર

- Advertisement -

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ત્રીજી વખત પેરોલ પર મુકત થયા બાદ હાજર નહીં થતાં આરોપીને એલસીબીની ટીમે શીવા ગામના પાટીયા પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગેની વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટેશનમાં 1996માં નોંધાયેલા હત્યાના ગુનામાં પાકા કામના કેદી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારા (રે.શીવા તા.ભાણવડ) નામના આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. દરમ્યાન જામનગરની જિલ્લા જેલમાં સજા ભોગવતાં જેતશીને વર્ષ 2004-05માં પેરોલ પર મુકત થયાં બાદ પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ વર્ષ 2014માં ફરીથી પેરોલ પર મુકત થઇ ગયા બાદ હાજર ન થતાં 2017માં દ્વારકા એલસીબીએ ઝડપી લીધો હતો. અને ત્રીજી વખત 2020માં 21 દિવસના પરોલ પર જેલમાંથી મુકત થયેલો જેતશી હાજર નહીં થતાં ફર્લો સ્કવોડ વોચમાં હતી.

દરમ્યાન દ્વારકા પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ કેસુર ભાટીયા અને એલસીબીના હેકો જીતું હુણને મળેલી બાતમીને આધારે પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી પીઆઇ જે.એમ.ચાવડા, એએસઆઇ કેસુર ભાટીયા, વિપુલ ડાંગર, ભરત ચાવડા, હેકો. જીતુ હુણ સહિતના સ્ટાફે સોમવારે બપોરે ભાણવડ તાલુકાના શીવા ગામમાં ધોરાજીથી આવવાનો હોય વોચ દરમ્યાન ગામના પાટીયા પાસેથી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારાને ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી જામનગરની જેલમાં ધકેલવા કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular