આયુર્વેદ અનુસાર માનવ શરીર ચાર મુળ તત્વો દોષ, ધાતુ, મળ અને અગ્નિનું બનેલું છે. આયુર્વેદ એ ભારતીય ઉપખંડની પ્રાચિન ચિકિત્સા પ્રણાલી છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુમાસમા જણાવે છે કે, સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે એલોવેરા જયુસ તો ચાલો જાણીએ એલોવેરા જયુસ શરીર માટે કેટલું લાભકારક છે.
ડાયાબિટીસ કંટ્રોલ
એલવેરાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. એલોવેરા જયુસનું નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
શરીર રહે છે હાઈડ્રેટેડ
એલોવેરા જયુસ શરીરને હાઈડ્રેટેડ રાખે છે. ખાસ કરી ઉનાળા દરમિયાન એલોવેરા જયુસ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેને એનર્જી ડ્રીંક પણ કહેવાય છે.
રોગપ્રતિકારક શકિત વધે છે
એલોવેરા વિટામિન સી થી ભરપુર હોય છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શકિત વધે છે અને અન્ય બિમારી સામે રક્ષણ મળે છે.
એન્ટિઓકસીડન્ટી ભરપુર:
એલવેરા એન્ટિ ઓકસીડન્ટથી ભરપુર છે. જેના કારણે શરીરને નુકસાન થતું બચાવે છે. તેના સેવનથી ફ્રી રેડીકલ્સથી શરીરને નુકસાનથી બચાવી શકાય છે.
કબજિયાત મટે છે:
એલોવેરા નેચરલ લેકસેટીવ છે. નિયમિત તેના સેવનથી કબજિયાત થી મુકિત મળે છે.
આમ, એલવેરા જયુસ એ શરીરને ઘણી બધી રીતે ફાયદામંદ છે. ત્યારે તેનો નિત્ય ઉપયોગ અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી શરીરને હેલ્દી રાખી શકાય છે.