Friday, January 3, 2025
Homeવિડિઓકાલાવડમાં SBI દ્વારા ખેડૂતો માટે રાત્રી શિબિર યોજાયું

કાલાવડમાં SBI દ્વારા ખેડૂતો માટે રાત્રી શિબિર યોજાયું

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એક રાત્રી શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શિબીરનું ખેડૂતોને માહિતી આપવામાં માટે આયોજન કરવામાં આવ્યુ હતું. શિબીરમાં બેન્કિંગ તેમજ સહકારી યોજના વિશે માહિતી આપવામાં આવેલ, તેમજ પાક ધિરાણ, રૂરલ ગોડાઉન અને અન્ય ધિરાણની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. સખી મંડળના બહેનોને પણ રોજગારીને લગતી માહિતી આપવામાં આવી હતી. આ શિબીરમાં રાજકોટ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના DGM વિનોદ અરોરા, જામનગરના AGM પટેલ, કાલાવાડના મેનેજર એજાજભાઈ તથા લોન અધિકારી રાજેશભાઇ કચોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular