જૈન સમાજના ઉત્કર્સ માટે સમસ્ત જૈન સમાજ જામનગર (શહેર)ની 2016માં રચના કરવામાં આવી હતી. પરંતું કોરોના કાળ અને અન્ય વિવિધ કારણસર આ સંસ્થા ઘણા લાંબા સમય થયા સુષુપ્ત અવસ્થામાં છે. હાલ જૈન સમાજના દરેક ફિરકામાંથી આ સંસ્થાને ફરીથી કાર્યરત કરવાની માંગણી કરાતા તારીખ 04 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ પારસધામ ખાતે સમસ્ત જૈન સમાજ જામનગર(શહેર)ની હાલની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એજન્ડા મુજબ નવા પ્રમુખની વરણી કરવાની ચર્ચા કરતા કારોબારી સભ્યો તરફથી સૂચન કરાયેલ કે ઘણા સમયથી સંસ્થાની કોઈ કામગીરી થઇ ન હોવાથી દરેક ફીરકામાંથી છેલ્લાં 3-4વર્ષમાં ફેરફાર થયા હોય જેના કારણે દરેક ફિરકા પાસેથી તેમના પ્રતિનિધિઓના નામ મંગાવવામાં આવે અને આ નામ આવ્યા બાદ કારોબારીનું ગઠન કરવું અને નવી કારોબારીમાંથી પ્રમુખ અને હોદેદારોની વરણી કરવી જોઇએ.
તેમજ આ બેઠકમાં એવું પણ નકકી કરવામાં આવ્યું હતું કે, નવી કારોબારી અને પ્રમુખની મુદ્ત બે વર્ષની એટલે કે(વર્ષ2022-2024)ની રહેશે. તેમજ હાજર રહેલા કારોબારીના સભ્યોએ સર્વાનુમતે આ સુચનનું સ્વિકાર કર્યો હતો. જેથી નવા પ્રતિનિધિઓના નામ મંગાવવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. આ સંસ્થાના બંધારણની રચના કરવા માટે નવી કારોબારીના ગઠન થયા બાદ દરેક ફિરકાના એક-એક પ્રતિનિધિને નિમણુંક આપી બંધારણ સમીતિ બનાવી અને શકય તેટલું જલ્દી સમસ્ત જૈન સમાજ ઉપયોગી બંધારણ તૈયાર કરવાના નિર્ણય સર્વાનું મતે લેવામાં આવ્યા હતાં.
અગત્યની બાબત એ છે કે, આ સંસ્થા દ્વારા હાલ કોઇ એડહોક સમિતિ કે, નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી નથી અને આ સંસ્થા દ્વારા કોઇ જાહેરાત કે, પ્રેસનોટ પ્રસિધ્ધ કરવામાં આવી નથી. તેમ ઇન્ચાર્જ પ્રમુખ પ્રમુખ પી.મહેતા, વિજય કે.સંઘવી અને માનદ મંત્રી વિજય એમ.શેઠની યાદીમાં જણાવાયું છે.