તા. 29 સપ્ટેમ્બર થી 12 ઓકટોબર દરમિયાન ગુજરાત રાજ્યમાં “36મી નેશનલ ગેમ્સ”નું આયોજન થનાર છે, જેને ધ્યાને લઈને નેશનલ ગેમ્સનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી સરકાર દ્વારા તા. 15 થી તા.17 સપ્ટેમ્બર સુધી નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવશે. આ 36મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તેમજ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં રમત ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યની તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
જામનગર જિલ્લામાં તા.15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ આવરનેસ કેમ્પેઈન અને Celebriting Unity Through Sports આંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, તા.16 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ કોલેજો તથા તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને તા.17 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની 84 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ભાગ લેનાર ટીમ અને શાળાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે. છેલ્લા 7 વર્ષથી ન યોજાયેલ નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થનાર છે ત્યારે આ ઐતિહસિક રમતોત્સવમાં દેશભરના 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે.તા. 16 નાં રોજ જિલ્લાની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, તા.17નાં રોજ જિલ્લાની 84 શાળાઓમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા કાર્યક્રમો યોજાશે