Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વાહનની ઠોકરે બાઈકસવારનું મોત

જામનગરમાં વાહનની ઠોકરે બાઈકસવારનું મોત

- Advertisement -

જામનગર નજીક આવેલા ઢીચડામાં રહેતો યુવાન તેના બાઈક પર ઘરે જતો હતો તે દરમિયાન કોઇ વાહનની ઠોકર લાગતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવના પગલે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના ઢીચડામાં રહેતાં સબીરભાઈ ઈસ્માઇલભાઈ દોદેપોત્ર (ઉ.વ.34) નામનો યુવાન સોમવારે તેના બાઈક પર ઘર તરફ જતો હતો તે દરમિયાન કોઇ અજાણ્યા વાહનની ઠોકર લાગતા અકસ્માતમાં પડી જતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બેશુદ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular