જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલ ઈન્દીરા કોલોનીમાં રહેતી યુવતી તેની 20 દિવસની બાળકી સાથે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી જતાં લાપતા માતા અને બાળકીની પોલીસે શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા કિશોરભાઈ જેરામભાઈ પરમાર નામના યુવાનની પત્ની જ્યોતિબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.20) નામની યુવતી તથા ફોરીના કિશોર પરમાર (ઉંમર 20 દિવસ) નામની બાળકી અને તેની માતા જ્યોતિબેન બન્ને ગત તા.25 ના રોજ સવારે તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતાં. પોપ્ટી કલરની સાડી અને જમણા હાથમાં ‘જ્યોતિ’ ત્રોફાવેલ યુવતી તથા તેની પુત્રી ફોરીના વિશે કોઇને પણ માહિતી મળે તો હેકો કે.જે. જાડેજાને મો.98795 91923 નંબર ઉપર જાણ કરવા તપાસનીશની યાદીમાં જણાવાયું છે.