Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજી જી હોસ્પિટલમાં આગ અંગે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ

જી જી હોસ્પિટલમાં આગ અંગે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સોમવારે સવારે શહેરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હોય તેવી જાણકારી મળતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથે કાફલો જી જી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં લાગેલી આગને બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અંતે આ બનાવને ફાયર શાખા એ મોકડ્રીલ જાહેર કર્યો હતો.

- Advertisement -

ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર તેમજ જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈના માર્ગદર્શન મુજબ દર મહિને ફાયર શાખા દ્વારા આ રીતેનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સોમવારે સવારે શહેરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગી હોય જેની હોસ્પિટલના સ્ટાફને જાણકારી માટે ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજાઇ હતી. જી. જી. હોસ્પિટલના સ્ટાફને મોકડ્રીલ દરમિયાન તાત્કાલિક અસરથી લાગેલી આગ અને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કામગીરી ફાયર શાખાના સ્ટાફે કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular