જામનગર શહેરના નયનરમ્ય તળાવની પાળે ફરવા આવેલા લાઠીના વેપારી પ્રૌઢનો મોબાઇલ અજાણ્યા તસ્કરે ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના અંડરબ્રીજ પાસે આવેલા બિલ્ડિંગમાં ન્હાવા ગયેલા ચોકીદારનો મોબાઇલફોન બારીમાંથી અજાણ્યા તસ્કર ચોરી કરી ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રહેતાં ઈસાકભાઈ બસીરભાઈ ગરીબા નામના વેપારી પ્રૌઢ ગત તા.21 ના રોજ જામનગર આવ્યા હતાં અને ત્યારે શહેરની સાન એવા રણમલ તળાવ જોવા ગયા હતાં તે દરમિયાન સાંજના સમયે ગેઈટ નંબર 2 પાસેથી તેના ખીસ્સામાં રહેલો રૂા.18,000 ની કિંમતનો વીવો ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. આ અંગે ઈશાકભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર જિલ્લાના બેડ ગામના વતની અને હાલ જામનગર શહેરમાં અંડરબ્રીજ પાસે આવેલા શ્રી હરીવલ્લભ ટાવર-1 માં ચોકીદારી કરતો મહેશભાઈ સોમાણી નામનો યુવાન ગત તા.25 ના રોજ સવારના સમયે 8:30 થી 9 દરમિયાન તેના રૂમની બારી પાસે મોબાઇલ રાખી ન્હાવા માટે ગયો હતો તે 30 મિનિટ દરમિયાન જ અજાણ્યો તસ્કર બારીની બહારથી ચોકીદારનો રૂા.5000 ની કિંમતનો સેમસંગ ગેલેકસી કંપનીનો મોબાઇલ ફોન ચોરી ગયાના બનાવમાં હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.