મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટનાનો અનેક વખત સામે આવતી હોય છે. આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. પાટણના રાધનપુરમાં માનસી મોટર ગેરેજ નામની દુકાનમાં એક ગ્રાહક બેઠા હતા ત્યારે તેમના ખિસ્સામાં રાખેલ મોબાઈલ માંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને તેમનું ધ્યાન જતા તેઓએ તરત જ મોબાઈલને દુકાનની બહાર ફેંકી દીધો હતો. મોબાઈલમાં બ્લાસ્ટ થવાની આ ઘટનાના ચોંકાવનારા CCTV સામે આવ્યા છે.
રાધનપુરમાં આવેલા માનસી મોટર ગેરેજમાં ભાડિયા ગામના રાયચંદભાઈ ઠાકર આવ્યા હતા. તેઓ દુકાનમાં બેઠા હતા અને દુકાનદાર પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરી રહ્યા થા ત્યારે તેમના ખિસ્સામાં રાખેલ મોબાઈલમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને તેઓએ મોબાઈલને દુકાનની બહાર ફેંકી દીધો હતો. અને બાદમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજાઓ પહોચી નથી.