Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાંથી સાડા ત્રણ વર્ષ પહેલાં અપહરણ થયેલી સગીરાને શોધી કઢાઈ

ધ્રોલમાંથી સાડા ત્રણ વર્ષ પહેલાં અપહરણ થયેલી સગીરાને શોધી કઢાઈ

- Advertisement -

ધ્રોલ નજીકથી સાડા ત્રણ વર્ષ પહેલાં અપહરણ થયેલી સગીરાને પોલીસે સુરેન્દ્રનગરના થાન જીઆઈડીસી વિસ્તારમાંથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021 માં નોંધાયેલા સગીરાના અપહરણના બનાવમાં સગીરાનો પતો લાગ્યો નહતો અને હાલ સગીરા અંગે રાજેશ મકવાણા, વનરાજ મકવાણા અને રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના નેજા હેઠળ પીઆઈ એચ વી રાઠોડ, એએસઆઈ વનરાજભાઈ મકવાણા, હેકો રાજેશભાઈ મકવાણા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ટેકનીકલ અને હ્યુમન સોર્સથી તપાસ હાથ ધરતા ઉતરપ્રદેશના ઝાંસી વિસ્તારમાં અને સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં હોવાની બાતમીના આધારે થાન જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન સગીરાને શોધી લઇ ધ્રોલ પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં અને આગળની કામગીરી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular