દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા બુધવારે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા તથા મહંમદભાઈ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના ધારાગઢ વિસ્તારમાં રહેતા એક કિશોરને પાસ-પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસે હથિયારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. મહમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, નિતેશભાઈ સાદીયા તથા જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.