જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલાં રહેણાંક મકાનમાં ભાડે રહેતાં શખ્સ દ્વારા ઘોડી પાસાની કલબના સ્થળે પોલીસે રેઇડ દરમ્યાન રૂા.39,700ની રોકડ અને આઠ મોબાઇલ તથા બે બાઇક સહિત કુલ રૂા.1,28,700ના મુદામાલ સાથે આઠ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવાગમ ઘેડમાં મધુવન સોસાયટી શેરી નં.4માં ભાડે મકાનમાં રહેતાં વિશાલ ઉર્ફે ટોપી દ્વારા ઘોડી પાસની કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે રેઇડ દરમ્યાન વિશાલ ઉર્ફે ટોપી કાનજી રાઠોડ, હરિશ જેનતી ઝાલા, મનીષ સુરેશ મકવાણા, કમલેશ જગદીશ જુગીવાળા, નીતિન દેવજી ડગરા, વિજય વાલજી પરમાર, પ્રતાપ ભરત પરમાર, હંસત હાજી આંબલિયા સહિતના આઠ શખ્સનો રૂા.39,700ની રોકડ અને રૂા.29,000ની કિંમતના આઠ નંગ મોબાઇલ, ઘોડી પાસાના બે નંગ તથા રૂા.60,000ની કિંમતના બે બાઇક મળી કુલ રૂા.1,28,700નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.