પોરબંદરમાં રોકડિયા મંદિર પાસે રહેતા નલીનભાઈ લાલજીભાઈ સાણીથરા નામના 52 વર્ષના આધેડને ગત તારીખ 12 ના રોજ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને મૂર્છિત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ અડવાણા ગામના કિશોરભાઈ પોપટલાલ મોઢા (ઉ.વ. 45) એ કલ્યાણપુર પોલીસને કરી છે.