Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારભાણવડમાં દવાનો છંટકાવ સમયે વિપરીત અસરથી આધેડનું મોત

ભાણવડમાં દવાનો છંટકાવ સમયે વિપરીત અસરથી આધેડનું મોત

- Advertisement -

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામનો વતની વેરાડ ગામની સીમમાં આવેલા ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યારે વિપરીત અસર થવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામ ખાતે રહેતા જીતેશભાઈ કરસનભાઈ ખાવડા નામના 47 વર્ષના યુવાનને ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમમાં એક આસામીની વાડીએ કપાસના પાકમાં જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે તેમને વિવિધ પ્રકારની તકલીફો ઊભી થતા તેમને ભાણવડ બાદ વધુ સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ મોહનભાઈ ખાવડાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular