દ્વારકાથી સાત કિ.મી. દૂર બરડીયા નજીક રાજમોતી સોસાયટીમાં પાણી ભરેલા ખાડામાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં બાંધકામ વાળા બિલ્ડીંગ પાસેના પાણી ભરેલા ખાડામાં આશરે 50 થી 55 વર્ષના એક આધેડનો મૃતદેહ સાંપડ્યો હતો. કોઈપણ રીતે કોઈ કારણોસર ખાડાના પાણીમાં ડૂબી જતા આ આધેડનું મૃત્યુ થયું હોવા અંગેની જાણ બરડીયા ગામના હિતેશભાઈ માણેકે દ્વારકા પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.