Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આધેડની અગમ્ય કારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં આધેડની અગમ્ય કારણોસર આત્મહત્યા

રવિવારે સાંજે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : મેઘપરમાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વલ્લભનગરમાં રહેતાં આધેડેે તેના ઘરે અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર જિલ્લામાં મેઘપર ગામમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં રહેતાં રાજેશભાઈ બચુભાઈ વાઘેલા (ઉ.વ.48) નામના આધેડે રવિવારે સાંજના સમયે તેના ઘરે કોઇપણ કારણસર રૂમની છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવની જાણ મૃતકના પુત્ર પરેશભાઈ દ્વારા કરવામાં આવતાં હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં લેબરકોલોની પાસે રહેતાં મોન્ટુભાઈ અમરાભાઈ બગડી (ઉ.વ.38) નામના યુવાનને શનિવારે સવારના સમયે તેના ઘરે એકાએક ઉલટી થવાથી અને છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સજલભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular