જામનગર શહેરના ધરારનગર 1 માં સ્કુલ પાછળના વિસ્તારમાં રહેતા આધેડે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં આવેલી સ્કૂલ પાછળ રહેતાં ઈબ્રાહિમભાઈ આમદભાઈ દલ (ઉ.વ.50) નામના આધેડે બુધવારે સવારના સમયે તેના ઘરે લાકડાની આડસમાં નાયલોનની દોરી વડે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઈ ગયો હતો. આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં આધેડનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મુસ્તાક દલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.