જામનગર શહેરના પ્રમુખપાર્ક શિવમ પાર્ટી પ્લોટ પાસેના વિસ્તારમાં રહેતાં આધેડે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવરા દરમિયન મોત નિપજ્યું હતું.
બનવની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્વામિનરાયણ મંદિર પાછળ પ્રમુખપાર્ક શિવમ પાર્ટી પ્લોટ પાસેના વિસ્તારમાં રહેતા દેવાભાઈ જગાભાઈ આંબલિયા (ઉ.વ.50) નામના આધેડે ગત તા.8 ના રોજ સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સરવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અશ્ર્વિનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી જે જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.