દ્વારકા તાલુકાના રાજપરા ગામે રહેતા રહેતી આશિયાના રજાકભાઈ ચાવડા નામની 23 વર્ષની યુવતીને માનસિક તકલીફ હોય, આ રોગની સારવાર પણ ચાલુ હતી, તે દરમિયાન ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ આ યુવતીને માનસિક બીમારીના કારણે કોઈ બાબતે મનમાં લાગી આવતા તેણે ઘરમાં રહેલી પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રજાકભાઈ અબ્દુલભાઈ ચાવડા (ઉ.વ. 27, રહે. રાજપરા)એ મીઠાપુર પોલીસને કરી છે.