Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરબેડી મરીન પોલીસ દ્વારા માછીમારો સાથે મિટિંગ યોજાઈ 

બેડી મરીન પોલીસ દ્વારા માછીમારો સાથે મિટિંગ યોજાઈ 

માછીમારોને બે મહિનાના જાહેરનામા દરમિયાન માછીમારી કરવા નહિ જવા માટે પોલીસનો અનુરોધ

બેડી મરીન પોલીસ દ્વારા માછીમારો સાથે મિટિંગ યોજાઈ હતી અને બે મહિનાના જાહેરનામા દરમિયાન માછીમારી ન કરવા અનુરોધ કર્યો હતો. જામનગરના બેડી વિસ્તારમાં 300થી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે. જેઓને આવતીકાલથી બે મહિના માટેના રાજ્ય સરકારના દરિયો નહીં ખેડવા ના જાહેરનામાને અનુસાર દરિયામાં માછીમારી કરવા નહીં જવા માટેનો પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે અને તેમ છતાં પણ જો જાહેરનામાંનો ભંગ કરશે તો તેવા માછીમારો સાથે કાયદાકીય કાર્યવાહી કરાશે, તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -

જામનગરના બેડી વિસ્તારમાં 300થી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે, અને માત્ર નાની હોડીઓ મારફતે માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા માછીમારો કે જેઓને હાલમાં દરિયામાં તોફાન પવન હોવાથી જૂન અને જુલાઈના બે મહિના દરમિયાન દરિયામાં માછીમારી કરવા માટે નહીં જવા માટેનું રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

જે જાહેરનામાની અમલવારીના ભાગરૂપે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.બી. ગોહિલ, સિટી બી. ડીવીઝનના પીએસઆઇ સી.એમ. કાંટેલીયા, એસઓજીના અરજણભાઈ કોડીયાતર, તેમજ એ. બી. ઝાલા વગેરેની ટીમ દ્વારા બેડી વિસ્તારમાં માછીમાર પરિવાર ની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયા અને સામાજિક કાર્યકર અનિલભાઈ બાબરીયા તથા અનવરભાઈ સંઘાર વગેરે પણ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આવતીકાલ તા. 1 જૂનથી 31 જુલાઇ સુધીના બે મહિનાના સમયગાળા દરમિયાન દરિયો નહીં ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે, અને તેમ છતાં પણ કોઈ માછીમારો દરિયો ખેડવા માટે જશે તો તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી પણ જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

માછીમારો દ્વારા નાની હોડી વાળાઓને દરિયામાં માછીમારી કરવા માટેની માંગણી અને રજૂઆત કરવામાં આવી હતી. જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રાઘવજીભાઈ પટેલ ને આવેદન પાઠવાયું હતું.

પરંતુ પોલીસ દ્વારા રાજ્ય સરકાર ના જાહેરનામાના આદેશને લઇને તેની કડક અમલવારી કરવા માટે ની સૂચના આપી હતી, અને દરિયો તોફાની બન્યો હોવાથી અને ઉંચા મોજા ઉછળે તેમ હોવાથી માછીમારી બોટને નુકસાન થાય તેમ જ જાનમાલની પણ નુકસાન થાય તેવી પરિસ્થિત નિર્માણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે જાહેરનામાનો અમલ કરાવવા માટેની અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular