Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્‍યક્ષ સ્‍થાને ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક...

ખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્‍યક્ષ સ્‍થાને ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓ માટેની સુદ્રઢ વ્‍યવસ્‍થા થાય તે માટે ખંભાળિયામાં જિલ્‍લાના પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

- Advertisement -

ટેસ્‍ટીંગ, ટ્રેકીંગ અને સર્વેની કામગીરીથી કોરોના દર્દીઓ મળે અને તેમને દરેક પ્રકારની આરોગ્‍યની માળખાકીય સુવિધાઓ પ્રાપ્‍ત થાય તે માટે તાકીદે આયોજન કરી વ્‍યવસ્‍થા કરવા મંત્રી જવાહરભાઈ ચાવડાએ સુચના આપી હતી. ઓકસીજનનો પુરવઠો પુરતો મળી રહે, આરોગ્‍ય કેન્‍દ્ર અપગ્રેડ કરવામાં આવે અને આરોગ્‍ય કેન્‍દ્રોમાં જ પ્રાથમિક સુવિધાઓ સાથે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જનરલ હોસ્‍પીટલમાં કોરોના દર્દી માટે બેડ વધારવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

દર્દીઓને સારવારમાં ખુટતી કડીઓને જોડી, દર્દીઓની સારવાર સુવ્‍યવસ્‍થિત થાય તે રીતે આયોજન કરવા આરોગ્‍ય તંત્રને જરૂરી સુચના આપવામાં આવી હતી.

- Advertisement -

આ બેઠકમાં જવાહરભાઈએ રેમડેસીવીર ઈન્‍જેકશનનો પુરવઠો જળવાય અને જરૂરીયાતવાળા દર્દીને તે મળી રહે તેવી વ્‍યવસ્‍થા સુનિશ્વિત કરવા જણાવ્‍યું હતું. સાંસદ પુનમબેન માડમે દેવભુમિ દ્વારકામાંથી કુંભ મેળામાં ગયેલા વ્‍યક્તિઓનો સર્વે કરી અને આ વ્‍યક્તિઓની માહિતી મેળવી આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટ કરાવી અને નેગેટીવ આવ્‍યા બાદ જ ઘરે જાય તેવી વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. જામનગર ખાતેથી મુખ્‍યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટ માટે એક લેબ આપવાની જાહેરાત કરી છે તેમ સાંસદ પૂનમબેને જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધીકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, જિલ્‍લા આરોગ્ય અધિકારી સોંદરવા, જનરલ હોસ્‍પીટલના સુપ્રિન્‍ટેડેન્‍ટ ડૉ. હરીશ મટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, મયુરભાઇ ગઢવી, પી.એસ. જાડેજા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular