સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જામનગર દ્વારા જામનગર જિલ્લાના અનુસૂચિત જાતીના લાભાર્થીઓને સરકારીની વિવિધ યોજનાઓ અને કાયદાઓના અમલીકરણ અંગેની અનુસૂચિત જાતી પેટા યોજનાની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતીની બેઠક, અનુસૂચિત જાતી અને અનુસૂચિત આદિજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ-1989 અન્વયે જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની બેઠક તથા ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013 અન્વયેની જિલ્લા કક્ષાની તકેદારી સમિતીની વેબેકસ બેઠક તા.17/01/2022ના રોજ નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઇહતી.
બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અન્વયે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલ ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ-1989 અન્વયે બનેલ બનાવોમાં, નાયબ નિયામક, અનુસૂચિત જાતી કલ્યાણની કચેરી, જામનગર દ્વારા ચૂકવવામાં આવેલ નાણાંકીય સહાય અને પડતર કોર્ટ કેસો અંગેની ચર્ચા કરવામાં આવી તથા ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ તથા તે હેઠળ બનેલા નિયમો-2013 અન્વયે બનેલ બનાવોમાં વારસદારોને ચૂકવેલ સહાય અને બાકી કેસોની સમીક્ષા તેમજ સફાઇ કર્મચારીઓની સલામતી, હેલ્થ ચેકઅપ અને જિલ્લાની તમામ નગરપાલિકા/મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા ભૈાતિક સાધનો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
આ વેબેક્સ બેઠકમાંએસી.એસ.ટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, નાયબ નિયામક, વિજીલન્સ સૈારાષ્ટ્ર ઝોન રાજકોટના કે.જે.રૂપારેલીયા તેમજ નાયબ નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ જામનગર ડેા.ઘનશ્યામ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.