Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરએડવોકેટની હત્યા મામલે જામનગર વકીલ મંડળની બેઠક યોજાઈ

એડવોકેટની હત્યા મામલે જામનગર વકીલ મંડળની બેઠક યોજાઈ

- Advertisement -

જામનગરમાં એડવોકેટ હારૂન પલેજાાની નિર્મમ હત્યાના વકીલોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુરૂવારે વકીલો અદાલતની કાર્યવાહીથી દૂર રહ્યા બાદ શુક્રવારે વકીલ મંડળના હોલ ખાતે જામનગર વકીલ મંડળની મિટિંગ યોજાઈ હતી. જેમાં વકીલ મંડળના સભ્યો દ્વારા હારૂન પલેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આ મિટિંગમાંહારૂન પલેજાની હત્યા કરનાર આરોપીના વકીલ તરીકે જામનગર બાર એસો.ના કોઇ સભ્યએ બચાવ માટે રોકાવું નહીં, વકીલોને હથિયાર અંગેનું લાયસન્સ પોતાના સ્વબચાવ મટે વહેલીતકે મળે તે માટે રજૂઆત કરવા એડવોકેટ પ્રોટેકશન એકટના વહેલીતકે અમલ માટે આવેદનપત્ર આપવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી સહિતના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular