માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં ભારત દેશ વિશ્ર્વસ્તરે અગ્રેશર બની રહ્યો છે, વિશ્ર્વ ગુરૂ બન્યો છે ત્યારે આગામી લોકશભા ચૂંટણીમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત બનાવવા, અને તેમના દ્વારા કરાયેલ લોકહિતના કર્યો, વિકાશના કર્યો અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા તથા આગામી લોકશભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 400+ સીટ મેળવે, તથા ગુજરાતની 26 સીટ ઉપર 5 લાખથી વધુની લીડ પ્રાપ્ત થાય તેવા ઉદેશથી ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ (જામનગર-દેવભૂમિ દ્વારકા) 12 લોકસભા મતક્ષેત્રની સંકલન બેઠક યોજાઈ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોકસભા ચૂંટણી અનુસંધાને લોકસભા બેઠકના મીડિયા ઇન્ચાર્જ, વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ સાથે બેઠક આયોજિત કરવામાં આવેલ.
સમગ્ર 12 લોકસભા મત વિસ્તારના મીડિયા ઇન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરને જવાબદારી સોંપવામાં આવેલ, (79), જામનગર દક્ષિણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ દીપબેન સોની, (78), જામનગર ઉત્તર વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા, (77), જામનગર ગ્રામીણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ બાવનજી સંઘાણી, (76), કાલાવડ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ મુકેશભાઈ ડાંગરીયા, (80) જામજોધપુર વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ ધાર્મિક વસોયા, (81), ખંભાળિયા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ આચાર્ય (82), દ્વારકા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ જટાણીયાને જવાબદારી સોંપવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ડિબેટ પ્રવક્તા તથા 12 લોકસભા મીડિયા પ્રભારી જયેશભાઇ વ્યાસ દ્વારા જામનગરના પ્રેસ – મીડિયા પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આ કાર્યક્રમમાં ડિબેટ પ્રવક્તા જયેશભાઇ વ્યાસ, ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, 12 લોકસભા સંયોજક ડો. વિનોદ ભડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા., અભિશેકભાઈ પટવા, 12, લોકસભા મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, (79), જામનગર દક્ષિણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ દીપબેન સોની, (78), જામનગર ઉત્તર વિધાન સભાના મીડિયા ઇન્ચાર્જ વિજયસિંહ જાડેજા, (77), જામનગર ગ્રામીણ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ બાવનજી સંઘાણી, (76), કાલાવડ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ મુકેશભાઈ ડાંગરીયા, (80) જામજોધપુર વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ ધાર્મિક વસોયા, (81), ખંભાળિયા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.