Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાયું

રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાયું

રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ આયોજિત અને હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવાર દ્વારા પ્રાયોજિત નાત માં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા

- Advertisement -

ચૈત્ર સુદ-9 ના ગઈકાલે રઘુવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ યાને રામનવમીનો પવિત્ર તહેવારની જામનગર માં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ જામનગર દ્વારા આ ઉજવણીના ભાગરૂપે શ્રી રામચંદ્ર પ્રાકટય મહોત્સવ સમિતિ આયોજિત તથા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવાર દ્વારા પ્રાયોજિત રામનવમી પારણા અંતર્ગત આજરોજ જામનગર શહેરના સમસ્ત રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિભોજન યાને નાતનું આયોજન ચીત્રકુટ ધામ આણદાબાવા આશ્રમ, લીમડાલાઈન, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. સાંજે 6 થી 7 સાશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી રઘુવંશી સમાજનું જ્ઞાતિ ભોજન યોજાયું હતું.

- Advertisement -

આ પ્રસંગે ચેતનભાઈ માધવાણી, વિપુલભાઈ કોટક, દિનેશભાઈ કટારીયા, મુકેશભાઈ દાસાણી, કેતનભાઈ બદીયાણી, નીરજભાઈ દતાણી, જગદીશભાઈ દતાણી, મન કટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

સમૂહ ભોજન ને સફળ બનાવવા રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિના યુવાન આયોજક ટીમના સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ કાનાબાર, મનોજભાઈ અમલાણી, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, મનિષભાઈ તન્ના, ભરતભાઈ મોદી, રાજુભાઈ મારફતિયા, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ હિંડોચા, રાજુભાઈ કોટેચા, મધુભાઈ પાબારીના નેજા હેઠળ બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular