Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરVideo : પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે મેરેથોન રન ફોર ફન

Video : પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે મેરેથોન રન ફોર ફન

મેરેથોન દોડમાં શહેરમાંથી 2000 થી 2500 જેટલા નગરજનો જોડાયા

ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ ને 20 વર્ષ પૂર્ણ થતા હોય પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા જામનગર સાયકલિંગ ક્લબ-ઉંઈઈ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેરેથોન રન ફોર ફન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં 20 કિલોમીટર, 10 કિલોમીટર અને પાંચ કિલોમીટર સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 20 કિલોમીટર માં અંદાજિત 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમ જ 10 કિ.મી.માં અંદાજિત 500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમજ 5 કિલોમીટર મેરેથોન દોડમાં અંદાજિત 1200 થી 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં શહેરના રાજકીય આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, પ્રથમ 20 કિલોમીટર દોડના સ્પર્ધકો ત્યારબાદ 10 કિલોમીટર દોડના સ્પર્ધકો અને ત્યારબાદ 5 કિલોમીટર દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકોને ટી-શર્ટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંદાજિત 2000 થી 2500 જેટલા જુદા- જુદા વિભાગમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો , જેમાં નેવી, આર્મી, એન.સી.સી., હોમગાર્ડ, પોલીસના જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો અને સાધકો તથા નગરના ઉત્સાહી બાળકો, ભાઈઓ, બહેનો જોડાયા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, જામનગર ચીફ ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈ , જામનગર મહાનગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન જીતેશભાઈ શિંગાળા, 27 ગુજરાત બટાલિયન એન.સી.સી.ના કેપ્ટન પ્રભાંસુ અવસ્થિ( હરિયા કોલેજ), ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લા, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી, હર્ષાબા પી. જાડેજા, પાર્થભાઈ કોટડીયા સહિતના જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કો-ઓર્ડીનેટર તથા નાયબ એન્જિનિયર અનિલભાઈ ભટ્ટ, ઊર્મિલભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular