જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમમાંથી એસઓજીની ટીમે દેશી બનાવટની જામગરી બંદુક સાથે શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના માવાપર ગામની સીમમાં આવેલી બાવની નદીના પટમાં જામગરી બંદૂક સાથે એક શખ્સ હોવાની એસઓજીના હર્ષદ ડોરીયા, સોયબ મકવા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ગઢવી, આર વી વીંછી તથા સ્ટાફે વોચ ગોઠવી ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતાં આરીફ સલીમ કેર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દેશી બનાવટની ગેરકાયદેસર જામગરી બંદૂક મળી આવતાં પોલીસે આરીફની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.