જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી થયેલ એકટીવાની ચોરીના કેસમાં જામનગર એલસીબીની ટીમે એક શખ્સને એકટીવા સાથે ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી ગત તા.22 એપ્રિલ 2022ના રોજ એકટીવાની ચોરી થઇ હતી. આ ચોરીમાં સંડોવાયેલા શખ્સ અંગે એલસીબીના સંજયસિંહ વાળા, દિલિપભાઇ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગ દર્શન મુજબ એલસીબીના પીએસઆઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી તથા એસીબીના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઇ ગંધા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવાડિયા, હિરેન વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાંધલ, વનરાજ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડરવાળિયા, ફિરોજભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ખોડિયાર કોલોની માલધારી હોટલ સામેથી આરોપી રૂપેશ શ્યામૂભાઇ યાદવને આંતરીને તેની પાસેથી જીજે.10.એએલ.2250 નંબરના 15,000ની કિંમતના ચોરાઉ એકટીવા સાથે ઝડપી લઇ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.