Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમોરારસાહેબના ખંભાલિડાના ખેતરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

મોરારસાહેબના ખંભાલિડાના ખેતરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાલિડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.28,800 ની કિંમતનો દારૂ અને રૂા.2800 ની કિંમતના બીયરના ટીન સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા સપ્લાયરનું નામ ખૂલ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરારસાહેબના ખંભાલિડા ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ખેતરમાં તલાસી લેતા કુલદિપસિંહ ઉર્ફે રવિ નિરુભા જાડેજાના ખેતરમાંથી એલસીબીની ટીમે રૂા.28,800 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 72 બોટલ અને રૂા.2800 ની કિંમતના 28 નંગ બીયરના ટીન, રૂા. 1000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.31,600 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સહદેવસિંહ ગૌતમસિંહ ઝાલા દ્વારા સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા એલસીબીએ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular