જામનગર એસઓજી પોલીસે વિભાપર ગામ નજીકથી એક શખ્સને દેશી હાથ બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, વિભાપર ગામથી મીઠાના કારખાના તરફ જતા રસ્તા ઉપર આવેલ ખોડિયાર માઁ, આવળ માઁ તથા જય વેલનાથના મંદિર પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો હોવાની જામનગર એસઓજીના હેકો મયુદિનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા તથા અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરી તથા પીએસઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન અશોક મધુભાઈ સોલંકી નામના શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો અને આરોપી વિરૂધ્ધ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.