જામનગર તાલુકાના દરેડ ગામમાં એલસીબીની ટીમના પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચોરાઉ પીતળના ભંગાર સાથે એક શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અશોક સોલંકી, વનરાજ મકવાણા, રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલ તથા ટીમે દરેડમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી અજય હસમુખગીરી ગોસ્વામી (રહે. પ્રણામી પાર્ક, નવી પીપળ તા.લાલપુર) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસે રહેલા રૂા.48000 ની કિંમતના 120 કિલો પીતળના ભંગારના સળિયા મળી આવતા આ સળિયાના કોઇ આધાર-પૂરાવા ન હોવાથી એલસીબીએ શક પડતી મિલ્કત તરીકે પીતળનો ભંગાર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે પંચકોશી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો જેના આધારે પંચ બી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.