જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.31,500 ની કિંમતની 63 બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના લતીપરથી જસાપર જવાના માર્ગ પરથી પોલીસે એક શખ્સને દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 54 માં વિશ્રામવાડી પાસેના વિસ્તારમાં રહેતાં ભરત હંશરાજ ગોરી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.31500 ની કિંમતની દારૂની 63 બોટલ મળી આવતા ભરતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ભૂપત હંશરાજ ગોરીની સંડોવણી ખુલતાં તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામથી જસાપર જવાના માર્ગ પરની કેનાલ પાસેથી પોલીસે વિજય કાના ગમારા નામના શખસને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1,500 ની દારૂની ત્રણ બોટલ મળી આવતા અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી : પોલીસ દ્વારા કાર્યવાહી : ધ્રોલના લતીપર નજીકથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો