કલ્યાણપુર પંથકમાં ગતરાત્રે એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા તથા મશરીભાઈ આહીરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટવડિયા ગામની સીમમાં રહેતા દિલીપ શામજીભાઈ રાઠોડ ગામના શખ્સ દ્વારા રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 31,200ની કિંમતની 78 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન આ જ ગામના બીપીન સામજી રાઠોડ તથા રાણપર ગામના કરમણ રબારી નામના બે શખ્સોના નામ પણ ખુલ્લા પામ્યા છે. જેથી પોલીસે દિલીપ રાઠોડની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.