ધ્રોલ ગામમાં સ્કુલ સામેના રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા ધરપકડ કરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, ધ્રોલ ગામમાં જી એમ સ્કૂલ સામેના રોડ પરથી પસાર થતા જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને ધ્રોલ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ સાથે જયરાજસિંહની ધરપકડ કરી દારૂનો જથ્થો કયાંથી લઈ આવ્યો ? તે અંગેની પૂછપરછ હાથ ધરી આગળની તપાસ આરંભી હતી.