Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર નજીકથી દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો

એસઓજીની ટીમે પાંચ હજારના તમંચો કબ્જે કર્યો : દરેડના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત : જામજોધપુર બસ સ્ટેન્ડ પાસેથી દેશી કટ્ટા સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર-ખંભાળિયા બાયપાસ પાસેથી એસઓજીની ટીમે દેશી હાથ બનાવટના તમંચા સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામજોધપુર ના બસ ડેપો પાસેથી સ્થાનિક પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા સાથે જામનગરના શખ્સને દબોચી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેર નજીક ખંભાળિયા બાયપાસ પાસે દેશી હાથ બનાવટના તમંચા સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.એચ. બાર, હેકો અરજણ કોડીયાતર અને મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પી.આઇ. બી.એન.ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર, આર.એચ. બાર અને સ્ટાફે વોચ ગોઠવી તુલસી હોટલ નજીકથી એસઓજીની ટીમે શકીલ અહેમદ ઉર્ફે બબલુ, મંજુર અહેમદ બંજારા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5000 ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા એસઓજીની ટીમે શકીલની ધરપકડ કરી પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. પૂછપરછ હાથ ધરતાં શકીલે તમંચો સની બાબુલાલ (દરેડ) નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે સનીની શોધખોળ આરંભી હતી.

બીજો બનાવ, જામજોધપુરના હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા અને પો.કો. સંજય કરંગીયા, અશોક ગાગીયાને મળેલી બાતમીના આધારે ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાની સૂચનાથી પીઆઈ સી.એચ.પનારા, હેકો પી.પી. જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરેશ પરમાર, પો.કો. માનસંગભાઈ ઝાપડીયા, મેઘરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, હર્ષપાલસિંહ ગોહિલ, દેવજીભાઈ ડેર અને અશોકભાઈ ગાગીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જામજોધપુર બસ સ્ટેશન પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા આંતરીને તલાસી લેતા જામનગરના શરૂ સેકશન રોડ પર આવેલા મંગલમ્ એપાર્ટમેન્ટમાં રહેતાં સોમૈયા પ્રેમ કિશોરભાઈ (ઉ.વ.30) નામના શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતનો દેશી હાથ બનાવટનો કટ્ટો મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular