જામનગર તાલુકાના મસીતિયાથી કનસુમરા ગામ જવાના માર્ગ પરથી પસાર થતા શખસને એસઓજીની ટીમે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવતા અટકાયત કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામથી કનસુમરા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા પિયુષ ઉર્ફે વિશાલ રાજુ ઢચા (રહે. મયુરનગર નવા આવાસ બાજુમાં જામનગર) નામના શખ્સની મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવતા ધરપકડ કરી પંચ બી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.