જામનગર તાલુકાના મસીતિયાથી કનસુમરા ગામ તરફ જવાના માર્ગ પર એસઓજીની ટીમે દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયાથી કનસુમરા ગામ તરફ જવાના માર્ગ પરથી ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સ પસાર થવાની હિતેશ ચાવડા, હર્ષદ ડોરીયા અને રમેશ ચાવડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષ પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરની સૂચનાથી સ્ટાફે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન પસાર થતા બાતમી મુજબના નારણ સોમા મકવાણા (ઉ.વ.52) (રહે. નાગેશ્વર કોલોની ઢોલીયાપીરની દરગાહની બાજુમાં -જામનગર) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.2000 ની કિંમતની ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવતા પુછપરછ હાથ ધરી હતી.