લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની 72 બોટલ દારૂ અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ કરી પૂછપરછમાં જોગવડના શખ્સ પાસેથી દારૂ ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે જોગવડના વાડી વિસ્તારમાં રેઈડ દરમિયાન 128 બોટલો કબ્જે કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પ્રભાતસિંહ ઉર્ફે અજય ભુપતસિંહ જાડેજા નામના વ્યકિત પાસે દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.36 હજારની કિંમતનો 72 બોટલ દારૂનો જથ્થો અને રૂા. 5000 નો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા.41 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રભાતસિંહની પૂછપરછ કરતા જોગવડ ગામનો ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર સુમેત નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે જોગવડ ગામમાં આવેલી ખીમરાજની વાડીમાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.64000 ની કિંમતની દારૂની 128 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી ખીમરાજની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના મેઘપરમાં મકાનમાંથી 72 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો
જોગવડના સપ્લાયરની સંડોવણી ખુલ્લી : પડાણા પોલીસે જોગવડ વાડી વિસ્તારમાંથી રેઈડ દરમિયાન બીજી 128 બોટલો કબ્જે કરી : શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન