જામનગર એલસીબી પોલીસે અરૂણ ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક શખ્સને રૂા.600 ની કિંમતનો દેશી દારૂ, રૂા.7800 ની રોકડ રકમ સહિત કુલ રૂા.78,400 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર એલસીબીના મયુદ્દીનભાઈ સૈયદ, અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જામનગર શહેરમાં અરૂણ ઉદ્યોગનગર રામ નગર બરફના કારખાના પાસેથી આરોપી સુખદેવસિંહ ઉર્ફે સુખો ભનુ ચુડાસમા નામના શખ્સને મોટરસાઈકલમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા રૂા.600 ની કિંમતનો 30 લીટર દેશી દારૂ, રૂા.7800 ની રોકડ રકમ તથા રૂા.70 હજારની કિંમતનું જીજે-10-ડીપી-4755 નંબરનું મોટરસાઈકલ સહિત કુલ રૂા.78,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.