જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક મીગકોલોની તરફ જતા રોડ પરથી સીટી એ પોલીસે એક શખ્સને 30 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લઇ દારૂની બોટલો તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.17,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી. દરેડ રંગમતિ નદીમાં પુલ પાસેથી પંચ બી પોલીસે એક શખ્સને 30 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. દરબારગઢ સર્કલ પાસેથી સિટી એ પોલીસે એક શખ્સને એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે નવા બસ સ્ટેશન બાજુમાં મીગ કોલોની તરફ જતા રોડ પરથી સીટી એ પોલીસે રેઈડ દરમિયાન સુમિત સુનિલ મંદીયાણી નામના શખ્સને રૂા.12000 ની કિંમતની 30 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. અને દારૂની બોટલ તથા રૂા.5000 ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા.17000 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આરોપીની પૂછપરછ દરમિયાન સપ્લાયર અને લેનાર તરીકે દિપક ભટ્ટી તથા ભાવેશ ભરત સવાસરીયા અને ઉદય ગંઢાના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના દરેડ રંગમતિ નદી પર બનેલ યુનિટી પુલ પાસે રોડ પરથી પંચ બી પોલીસે રેઈડ દરમિયાન ગજેન્દ્રસિંહ ગુલાબસિંહ નામના શખ્સને રૂા.15000 ની કિંમતની 30 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્રીજો બનાવ, જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી સિટી એ પોલીસે કેતન હરીશ બદિયાણી નામના શખ્સને રૂ.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.