Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચોરીના 26 નંગ મોબાઇલ ફોન સાથે એક શખ્સ ઝડપાયો

ચોરીના 26 નંગ મોબાઇલ ફોન સાથે એક શખ્સ ઝડપાયો

પંચકોશી-બી ડિવિઝન દ્વારા રૂા. 98,500નો મુદ્દામાલ કબજે

- Advertisement -

જામનગરમાંથી પંચકોશી-બી ડિવિઝને એક શખ્સને ચોરી કરી કે, છળકપટથી મેળવેલ બિલ આધાર વગરના રૂા. 98,500ની કિંમતના 26 નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પંચકોશી-બી ડિવિઝનના એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા તથા હરદવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઇ જે.ડી. પરમાર તથા વિક્કી ગઢવી, ડી.સી. ગોહિલની સૂચનાથી એએસઆઇ એમ.એલ. જાડેજા, હે.કો. નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે સંજય ઉર્ફે કારીયો ભીમજીભાઇ મકવાણા નામના શખ્સને ચોરી કે છળકપટથી મેળવેલ બિલ આધાર વગરના અલગ અલગ કંપનીના રૂા. 98,500ની કિંમતના 26 નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular